પ્રેમ

હરખ વગર મન મલક મલક થાય છે કેમ ?
સપના વગર આંખ ફડક ફડક થાય છે કેમ ?

દર્દ વગર દિલ રડું રડું થાય છે કેમ ?
વાત વગર વિચાર ફરું ફરું થાય છે કેમ ?

સંગાથે પણ મને સુનું સુનું લાગે છે કેમ ?
એકલા પણ મને સંગ સંગ લાગે છે કેમ ?

મૌનમાં પણ મન બોલ બોલ કરે છે કેમ ?
વાતમાં પણ શબ્દો ખાલી ખાલી રહે છે કેમ ?

વિચારમાં વમળો ગોળ ગોળ થાય છે કેમ ?
ઉનાળામાં વાયરો ઠંડો ઠંડો વાય છે કેમ ?

બસ એજ તો પ્રેમ, એજ તો પ્રેમ…!

_ કિશન ભાતેલીયા